Friday, October 23, 2009
~*~સુવીચાર~*~
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
* વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી ઍમના અભિગમ બદલાય છે...
* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો
* જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
* જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!
* દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
* મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
Wednesday, September 30, 2009
~*~Rangoli Patterns~*~
દિપાવલી ના શુભ અને પાવન પર્વ પર રંગોળી અને દીવા ની અવનવી ડિજ઼ાઇન બનાવી ને આપનુ આંગનુ સુંદર રીતે સજવવાનુ સહુ ને ગમે છે. અંહી કેટલીક ડિજ઼ાઇન આપી છે જેના પર થી આપ પણ સુંદર રંગોળી બનાવી ને આંગના ને સુંદર રીતે સજાવો.
दीपावली के शुभ पावन पर्व पर रंगोली और दिया बनाने की डिज़ाइन यहा दी हे जिसे प्रिंट करके आप चित्र के अनुसार रंगोली बना सकते हे.
Thursday, September 24, 2009
~*~સંબંધ ની સમજણ ~*~
થોડા સમય પછી તેણે બળી ગયેલા ટોસ્ટ અને ફળોની પ્લેટ તેના પતિને આપી. છોકરી એ જાણવા ઇચ્છુક હતી કે બળી ગયેલા ટોસ્ટ જોયા બાદ તેના પિતાની પ્રતિક્રિયા કેવી હશે, જે પોતે દિવસભરના કામથી થાકીને ઘરે આવ્યા હતા. તેમના પેટમાં તકલીફ હતી, આથી જ તેમણે ટોસ્ટ ખાવાની ઇરછા વ્યકત કરી હતી.
પતિએ ટોસ્ટમાં કોઈ ખામી ન કાઢી, ઊલટાનું પત્ની તરફ જોઈને સ્માઇલ આપી, પછી તેની છોકરીને તેના દિવસભરના કામકાજ વિશે પૂછવા લાગ્યા. તેની છોકરીની વાતો સાંભળીને તેણે ટોસ્ટ પર બટર અને જેલી લગાવી અને પછી એક એક કરીને બધા ટોસ્ટ આરામથી ખાઈ લીધા. ડિનર પૂરું કર્યા બાદ પત્નીએ બળી ગયેલા ટોસ્ટ માટે તેમની પાસે માફી માગી. ત્યારે પતિએ કહ્યું કે, ‘ડિયર, મને બળેલા ટોસ્ટ ખાવા ગમે છે.’
તે રાતે તે છોકરી સૂવા માટે જતી વખતે તેના પિતાને ગુડ નાઇટ કહેવા ગઈ. ત્યાં તેણે પિતાને પૂછ્યું કે, ‘શું તમને ખરેખર બળેલા ટોસ્ટ સારા લાગ્યા?’ ત્યારે પોતાની દીકરીના માથે પ્રેમથી હાથ ફેરવતાં તેણે કહ્યું કે, ‘બેટા, તારી મમ્મી આખો દિવસ ઘરનું કામ કરીને બહુ થાકી ગઈ હતી.
એક બળેલા ટોસ્ટ સિવાય તેણે બીજું કોઈ નુકસાન નહોતું કર્યું. તને ખબર છે કે જીવન અધૂરી વસ્તુઓથી ભરેલું છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી, કોઈ ને કોઈ દોષ દરેકમાં હોય છે. હું પણ સારું ભોજન નથી બનાવી શકતો અને ઘરની દેખભાળ પણ સારી રીતે નથી કરી શકતો.’ પોતાની વાત ચાલુ રાખતાં તેણે ઉમેર્યું કે, ‘આપણે બીજાની નબળાઈઓનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ. આ ઉપરાંત એકબીજાના મતમતાંતરનું પણ સન્માન કરવું જોઈએ.
આ ગુણોની મદદથી જ સ્વસ્થ સંબંધ બની શકે છે.’ ફંડા એ છે કે કોઈ પણ સંબંધનો મુખ્ય આધાર અરસપરસની સમજ છે. તે સંબંધ પછી ભલેને પતિ-પત્ની કે બાળકો અને વાલીઓ વચ્ચેનો હોય. યાદ રાખો કે, ‘એંગર’ અને ‘ડેન્જર’ ની વચ્ચે માત્ર એક જ આલ્ફાબેટનો ફરક હોય છે.
Wednesday, September 23, 2009
~*~તને ગીત દઉ કે ગઝલ ~*~
હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.
બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.
કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે.
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે.
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.
ર નીરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.
- રમેશ પારેખ
Friday, September 18, 2009
~*~ગુજરાત ની આવતીકાલ~*~
ગુજરાત ની આવતીકાલ
ગુજરાત અત્યારે બહુજ ધીમી ગતિ ઍ પણ મક્કમતા થી આધુનિક બૅની રહ્યુ છે. ગુજરાત ના કાય ની કાય ખૂણે વિકાસ થઈ રહયી છે અને ગુજરાત સરકાર કટિબધ્ધ છે ગુજરાત ને દુનિયા ના નક્શા પર world best રાજ્ય તરીકે મૂકવા મતેહલો માણિયે ઍક ઝલક ગુજરાત ના આવતીકાલ ની.
* અમદાવાદ મા સાબરમતી રિવર ફ્રંટ પ્રૉજેક્ટ નુ કામ બહુજ જડપથિ થઈ રહ્યુ છે.
* પશ્ચિમ ઝાડેશ્વર મા સિલિકોન સિટી આવી રહ્યુ છે જી નૅશનલ હાઇવે પાસે બનશે.
* નૅશનલ હાઇવે થી ૫ કિ. મ. ના અંતરે નદેવર પાસે સેટેલાઈટ સિટી બનશે.
* પાલેજ થી ૧૫ કી. મ. અંતરે નરમદા નગર ઈંડસ્ટ્રિયાલ ટાઉન
* ભરૂચ થી ૧૭ કી. મ. ડ્ર અંકલેશ્વર મા ફોરેન ટ્રેડ સેંટર
* ભરૂચ થી ૨૦ કી. મ. ડોર ઝગદીયા મા સુંદર ટાઉનશિપ
* નારેશવર મા આધુનિક ફિલ્મ સિટી
* ભરૂચ થી ૨૦ કી. મ. ડોર આવેલા દુનિયા મા મશહૂર કબીરવડ નો મા વર્લ્ડ ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકાસ અને તેનો ક્લ્ચુરલ સિટી તરીકે નો વિકાસ.
*૨૦૧૦ મા પૂરુ કરવાના લક્ષ્યાંક સાથે બૅની રહીલો ગુજરાત નો સહુથી મોટો થીમ અન અમ્યૂજ઼્મેંટ પાર્ક જે ભોલાવ મા બૅની રહ્યો છે.
*સ્વિટ્જ઼ર્લૅંડ ના ચિલ્ડ્રન પાર્ક નિષ્ણાત દ્વારા શક્તિણાથ મા બૅની રહેલો ચિલ્ડ્રન પાર્ક.
Tommorow's Gujarat . The Plan.
The work on most has already started. And so far, they are ahead of schedule.
Silicon City coming up in west Zadeshwar, towards National highway 8
Fabulous City Model houses displayed in ASSEMBLY - Gujarat on June 1, 2006
Satellite City in Nadewar, 5 Km from Hwy NH-8
Narmada Nagar Industrial Town with New City Model, 15 Km from Palej
New Township in Jhagadia Village , 20 KM from Bharuch
Foreign Trade Center , Ankleshwar, 17 Kmfrom Bharuch
Film Nagar (city) at Nareshwar, latest movie industry
World Tourist Place & Culture City , coming up in Kabirwad 20 km from Bharuch
Gujarats' Largest Theme/Amusement Park in Bholav,to be completed by 2010
Childrens' Park in near Shaktinath,prestigi ous project given to Switzerland to build
Saturday, September 5, 2009
~*~એ બહાર જો જશે તો બચાવી નહીં શક~*~
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
------------------------------------------
વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ ) જન્મ: સુરત વસવાટ: મુંબાઈ વ્યવસાય: પત્રકાર
સુખનવર શ્રેણી ( મરીઝ ) માંથી સાભારપુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
Wednesday, August 26, 2009
~*~ફાંકો ઉતારી દીધો!~*~
ફાંકો ઉતારી દીધો!
બીજા જ અઠવાડિયાની વાત. બેલ વાગ્યો. દાદાજી હજી આવ્યા ન હતા.
બંદા ચોથા ધોરણમાં બુદ્ધિપ્રતિભામાં ઝળક્યા અને દયાશંકર દાદાજીએ "મોનિટર"ની રૂઆબદાર પદવી આપીદીધી!
પછી તો રાજ્જા, કાંઈ બાકી રહે? બંદા એક વેંત ઉપર થઈ ગયા! બે પિરિયડ વચ્ચે ક્લાસ 'કંટ્રોલ' કરવો; શિસ્ત જાળવવી; સહાધ્યાયીઓને ચુપચાપ બેસાડી રાખવા; વાતો કરે તેને ક્લાસ-બહાર ઊભા કરવાની શિક્ષા કરવી …. ભારે સત્તા મળી ગઈ!
સવારની વર્ગ-પ્રાર્થનાનો બેલ વાગ્યો ને આપણા ક્લાસમાં પ્રાર્થના શરૂ. મોનિટર સાહેબ'નું સુપરવિઝન શરૂ ! ક્લાસમાં આંટા મારતા મારતા બધા પર નજર રાખવાની ને જેની આંખો ખુલ્લી હોય તેની આંખો બંધ કરાવવાની. ન સાંભળે તો ઘાંટો પાડીને પણ!
અરે ભાઈ, આ તો સત્તાનો નશો ! અંધ કરી દે! દિલ્હી હોય કે ગાંધીનગર કે ચોથું ધોરણ …. એ નશો બધે સરખો!!!
અચાનક કોઈએ હાથ ઝાલી ક્લાસ બહાર ખેંચ્યો! કોની હિંમત થઈ મોનિટરનો હાથ ખેંચવાની? નજર ઊંચી કરી તો દયાશંકર દાદાજી! ભવાં ખેંચાઈ ગયેલાં.
"કાં આંટા મારે છે?"
મને લાગ્યું કે દાદાજીને ગેરસમજૂતિ થઈ લાગે છે …. ભૂલી ગયા લાગે છે …
"સાહેબ મોનિટર છું …. આપે જ બનાવ્યો … ગયા અઠવાડિયે …"
"પ્રાર્થના ચાલે છે .. નથી ખબર?"
"સાહેબ, એટલે જ તો …. હું મોનિટર ….."
દાદાજીની આંખોમાં રોષ પ્રગટવા લાગ્યો :
"મોનિટર છું તો શું થઈ ગયું? ભગવાનથી મોટો તો નથી થઈ 'ગ્યો"
અને ગુસ્સાભર્યા દાદાજીના એ શબ્દોએ મોનિટરપણાનો, સત્તાનો, સફળતાનો ફાંકો ઉતારી દીધો … જીવનભર માટે!
પછી તો અભ્યાસપ્રવૃત્તિમાં, અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં, જોબમાં … જીવનમાં માન સન્માન મળતાં રહ્યાં, પણ મજાલ છે કે નશો ચઢે!!
જરાક ડગાય કે દાદાજીના રોષભર્યા શબ્દો યાદ આવે!
"ભગવાનથી તો મોટો નથી થઈ 'ગ્યો"